રત્નો-આભૂષણોની નિકાસ 8.5 ટકા ઘટી

રત્નો-આભૂષણોની નિકાસ 8.5 ટકા ઘટી
નવી દિલ્હી, તા. 13 : રત્નો અને આભૂષણોની નિકાસ એપ્રિલ જુલાઈ દરમિયાન વાર્ષિક ધોરણે 8.48 ટકા ઘટીને 9.7 અબજ ડોલર થઈ હતી. અમેરિકા અને અન્ય વિકસિત દેશોની માગમાં ઘટાડો થવાથી નિકાસ પર અસર પડી હતી.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા અનુસાર 2018-19ના આ જ સમયગાળામાં રત્નો અને આભૂષણોની નિકાસ 10.6 અબજ ડોલર હતી. આ શ્રમ પ્રધાન ઉદ્યોગ દેશની કુલ નિકાસમાં આશરે 15 ટકા જેટલું યોગદાન આપે છે.
તૈયાર હીરા, રંગીન રત્નો અને નંગો તથા સોનાનાં આભૂષણોની માગ ઘટવાથી રત્નો અને આભૂષણોની એકંદર નિકાસમાં ઘટાડો થયો હતો. ખાસ કરીને કાપેલા અને પોલિશ કરેલા હીરાની નિકાસમાં 17.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer