સારાના જન્મદિને હૉંગકૉંગ પહોંચ્યો કાર્તિક આર્યન

અભિનેત્રી સારા અલીખાન અને અભિનેતા કાર્તિક આર્યન વચ્ચે કશુંક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા છેલ્લા થોડા સમયથી ચાલુ છે. જોકે, અભિનેત્રીએ બૉલીવૂડમાં પદાર્પણ નહોતું કર્યું ત્યારે કરણ જોહરાન ચોટ સોમાં કાર્તિક માટેની પોતાની લાગણી વ્યકત કરતા તેની સાથે ડેટ કરવા પોતે તૈયાર હોવાનું કહ્યું હતું. હવે સારાની આ ઇચ્છઓ સાકાર થઈ છે. આ બંને કલાકારોએ લવ આજકલની સિકવલમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યારે સારા થોડી નિરાશ થઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, કાર્તિક મને તારી ખોટ સાલશે. આપણે જે સુંદર ક્ષણો સાથે પાસ કરી છે તે મને ખૂબ યાદ આવશે. હું ઇચ્છું કે આવી તક ફરી આપ મને મળે અને આપણે આવી જ મજા કરીએ. 
હાલમાં સારા હૉંગકૉંગમાં પોતાની આગામી ફિલ્મ કુલી નં. વનનું શૂટિંગ કરી રહીછે. જ્યારે કાર્તિક પતિ પત્ની ઓર વોનું શૂટિંગ લખનઊમાં કરે છે પરંતુ હાલમાં તે બ્રેક લઇને હૉંગકૉંગ પહોંચ્યો હતો. શા માટે? સારાનો જન્મદિન ઊજવવા. વાસ્તવમાં સારાએ જન્મદિને પણ શૂટિંગ ચાલુ રાખ્યું હતું. ફિલ્મમેકર ડેવિડ ધવને તેને રજા લેવાનું કહ્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરીને કામ જારી રાખ્યું હતું. કાર્તિકના આગમન બાદ બંને કેન્ડલ લાઈટ ડિનર માટે ગયા હતા. કાર્તિકે તેમની સેલ્ફી લઇને ઇન્સ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું. હેપી બર્થ ડે પ્રિન્સેસ સારા અલી ખાન પટૌડી. અને ઇદ મુબારક (આ વખતે બુરખા વગર) .' નોંધનીય છે કે જૂન મહિનામાં બંનેએ ઇદની સાથે ઉજવણી કરી હતી ત્યારની યાદ કાર્તિકે અપાવી હતી. હૉંગકૉંગ જવા અગાઉ કાર્તિકને મળવા સારા લખનઊ પહોંચી હતી અને ત્યાંથી બંને પટૌડી ગયા હતા. તે સમયે ઍરપોર્ટ પર પહોંચેલા બંનેની  તસવીરો વાયરલ થઇ હતી.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer