મહિલા જીવનનાં વિવિધ પાસાંને આવરી લેતો કાર્યક્રમ `ત્રી - ધ વુમન'' સંપન્ન

મહિલા જીવનનાં વિવિધ પાસાંને આવરી લેતો કાર્યક્રમ `ત્રી - ધ વુમન'' સંપન્ન
સિપીંગ થોટ્સ, ફર્ન્સ ઍન્ડ પેટલ્સ અને હ્યુમન્સ ફોર હ્યુમાનિટીએ તાજેતરમાં દિલ્હીમાં મહિલાઓ વિશેનો `ત્રી- ધ વુમન' નામનો એક વિશેષ કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં ત્રી જીવનનાં વિવિધ પાસાંઓની વિચારતા કરી મૂકે એવી ચર્ચા કરવામાં આવતી હતી. ચર્ચાસત્ર બાદ યુનિસેફની ગુડવીલ એમ્બેસેડર અને સિંગિંગ નન તરીકે જાણીતા એની છોઇંગ ડ્રોલ્માએ પરફોર્મ કર્યું હતું. આ પ્રસંગે એનીના પુસ્તક `િસંગિંગ ફોર ફ્રીડમ'નું વિમોચન સાંસદ રીટા બહુગુણાએ કર્યું હતું. 16 ભાષામાં આ પુસ્તકનો અનુવાદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ફેશન ડિઝાઇનર માલિની રામાની, કોરિયોગ્રાફર સંદીપ સોપારકર, ઓલ્ટેરનેટિવ હેલ્થકેર પ્રેડક્ટિશનર અને આર્ટિસ્ટ જલ્પા વિઠલાણી, એકટર અને કોમેડિયન સમીર પસરીચી અને પમ્મી આન્ડી, સેલિબ્રટી હેર સ્ટાઈલિસ્ટ અંબિકા પિલ્લઇ, હોલિસ્ટિક ફિટનેસ ગુરુ વેસ્ના ગુરુ, જેએનસીસી મોસ્કોના ડિરેકટર ડૉ. ઉષા આરકે, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ડૉ. વરુણ કટયાલ, ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને ઇમેજ કોચ લીઝા વર્મા, માસિવ રેસ્ટોરાંના ડિરેકટર દિલીપ કાલરા અને હોલિસ્ટિક કોચ નંદિની ગુલાટીએ વક્તવ્યો આપ્યાં હતાં. નોંધનીય છે કે, સિપીંગ થોટ્સના સ્થાપક મીતા ગુલાટી, સહ-સ્થાપક સુક્રીતી ગુપ્તા, ઇમેજ કોચ ટીના સિંહ અને અનુભા ઠાકર છે. હ્યુમ્ન્સ અૉફ હ્યુમાનિટીના સ્થાપક અનુરાગ ચૌહાણે સુક્રીતી સાથે સેશનનું સંચાલન કર્યું હતું. જલ્પા વિઠલાણી કોસ્મિક હાર્ટ ગેલેરીના ક્રિયેટીવ હેટ અને હ્યુમન્સ ફોર હ્યુમાનિટીના મહારાષ્ટ્ર રાજ્યના સ્ટે ડિરેટકર છે. બ્રશ નહીં પરંતુ આંગળીના ટેરવેથી ચિત્રો દોરતાં આર્ટિસ્ટ નતાશા લલ્લાએ દોરેલું એક ચિત્ર એની છોઇંગ ડ્રોલ્માને આપવામાં આવ્યું હતું.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer