ભવન-ચોપાટીમાં લોકસંગીતનો કાર્યક્રમ `સોના ઇંઢોણી રૂપા બેડલું''

ભવન-ચોપાટીમાં લોકસંગીતનો કાર્યક્રમ `સોના ઇંઢોણી રૂપા બેડલું''
સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે યોજાતી શ્રેણીમાં રવિવાર 18 અૉગસ્ટના સવારે 10.15 વાગ્યે ભવન ઓડિટોરિયમ (ચોપાટી)માં `સોના ઇંઢોણી રૂપા બેડલું' કાર્યક્રમ રજૂ થશે, જેમાં લોકગાયક ચેતન ગઢવી નારી સંવેદનાની અભિવ્યક્તિ કરતાં લોકગીતો અને વાતો પેશ કરશે. એમને સાથ આપશે પ્રીતિ સાવલા અને વૃંદ. કાર્યક્રમનું સંયોજન ઉદયન ઠક્કર, કમલેશ મોતા અને નિરંજન મહેતા દ્વારા થયું છે.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer