દ્રવિડ પર હિતોના ટકરાવનો મામલો નહીં : સીઓએ

દ્રવિડ પર હિતોના ટકરાવનો મામલો નહીં : સીઓએ
મુંબઈ, તા.13: બીસીસીઆઇની સંચાલન સમિતિ (સીઓએ)એ આજે સ્પષ્ટ કર્યું છે કે નેશનલ ક્રિકેટ એકેડેમીના ડાયરેક્ટરના મામલે રાહુલ દ્રવિડની નિયુક્તિમાં હિતોના ટકરાવનો કોઇ મામલો નથી. સીઓએના નવા સદસ્ય જનલર રવિ થોડગેએ કહ્યંy હતું કે દડો હવે  બીસીસીઆઇના લોકપાલ અધિકારી ડી. કે. જૈનની બાજુમાં છે. થોડગેએ કહ્યંy રાહુલ દ્રવિડ મામલે હિતોનો ટકરાવ નથી. તેને નોટિસ મળી હતી. અમે તેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જો લોકપાલને હિતોના ટકરાવનો મસલો લાગતો હોય તો તેઓ તેમનો પક્ષ રજૂ કરે. આ પછી અમે સમીક્ષા કરશું કે દ્રવિડનું આ પદ ચાલુ રહેશે. 
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પૂર્વ સુકાની રાહુલ દ્રવિડની એનસીએના ડિરેક્ટર પદે નિયુક્તિ બાદ તેના પર હિતોના ટકરાવનો આરોપ લાગ્યો હતો, કારણ કે તે ઇન્ડિયા સિમેન્ટનો કર્મચારી છે. જે આઇપીએલની ફ્રેંચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સની માલિક છે. આ મામલે દ્રવિડે બીસીસીઆઇના લોકપાલને તેનો જવાબ મોકલી દીધો છે.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer