પૂરગ્રસ્ત પશ્ચિમ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

મુંબઈ, તા. 13 (પીટીઆઇ) : પશ્ચિમ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોના અંતરિયાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની નવી આગાહી વેધશાળાએ કરી છે. કોલ્હાપુર, સાંગલી સહિતના જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ હજુએ થાળે પડી નથી ત્યાં ભારે વરસાદની નવી આગાહીથી પ્રશાસનની ચિંતા વધી છે.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળતી નદીઓ અને પર્વતોની તળેટીની હદમાં જ કોયના, વારણા અને રાધાનગરી જેવા મોટા ડેમ આવેલા છે.
તાજેતરમાં આ નદીઓમાં જ ઘોડાપૂરના કારણે પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ભયાનક પૂરની પરિસ્થિતિ નિર્માણ થઇ હતી, ચાર લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને 30 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer