ઉલ્હાસનગરની ઝૂકી ગયેલી ઈમારત આખરે તૂટી પડી

ઉલ્હાસનગરની ઝૂકી ગયેલી ઈમારત આખરે તૂટી પડી
ઉલ્હાસનગર, તા. 13 : ઉલ્લાસનગરમાં સોમવારે ખાલી કરવામાં આવેલી પાંચ માળની જોખમી ઈમારત `મહક' મંગળવારે સવારે દસ વાગ્યે તૂટી પડી હતી. મકાન ખાલી હોવાથી કોઈ જાનહાની થઈ ન હોતી.
આ ઈમારતમાં 31 કુટુંબ રહેતા હતા. સોમવારે આ બિલ્ડિંગ સહેજ ઝૂકી ગઈ હતી અને એમા તિરાડો પડી હતી. સત્તાવાળાઓએ તરત જ ઈમારત ખાલી કરાવી હતી. આ બિલ્ડિંગ પાલિકાની જોખમી ઈમારતોની યાદીમાં ન હતી. કેમ્પ નંબર ટુમાં લિન્ક રોડ પર આવેલી આ બિલ્ડિંગ સોમવારે સહેજ ઝૂકી જતા રહેવાસીના દરવાજા ખુલતા ન હતા અને તેઓ ગભરાઈ ગયા હતા. તરત જ અગ્નીશમન દળને જાણ કરવામાં આવી હતી અને પછી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer