વાડા પાસે એસટી બસને અકસ્માત : 50 વિદ્યાર્થીઓ ઘાયલ

વાડા પાસે એસટી બસને અકસ્માત :  50 વિદ્યાર્થીઓ ઘાયલ
પાલઘર, તા. 13 : પાલઘર જિલ્લામાં વાડા ખાતે મંગળવારે સવારે મહારાષ્ટ્ર એસટી બસને ભીષણ અકસ્માત નડયો હતો જેમા 50 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. આમાથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એસટી મહામંડળે ઘાયલોને તત્કાળ એક હજાર રૂપિયા આપવાની  જાહેરાત કરી છે. બસમાં કુલ 64 પ્રવાસી હતા. વાડા ડેપોની આ બસ વાડાથી પિવળી જઈ રહી હતી ત્યારે સવારે સાત વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. જાંબુળપાત્ર ખાતે એક છોકરીને બચાવવા જતા જોઇ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી આને લીધે  ડ્રાઈવરનો કંટ્રોલ જતો રહ્યો હતો અને બસ રસ્તાને અડીને આવેલા ખેતરમાં ઘુસી ગઈ હતી. બસમાં સ્વામી વિવેકાનંદ કૉલેજ અને અ. લ. ચંદાવરકર કૉલેજના 50થી વધુ વિદ્યાર્થી હતા. વિદ્યાર્થીઓને માથા, પગ, કમર અને હાથમાં ઈજા થઈ છે. ગંભીર બે પેસેન્જર કામદાર હોવાનું કહેવાય છે.
પોલીસે પુરપાટ બસ ચલાવવા માટે ડ્રાઈવર વિનાયક જાધવ (27)ની ધરપકડ કરી છે.  

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer