ઘાટકોપરના મંદિર પાસે પાર્ક કરાયેલી કારને વ્હીલ લૉક લગાડીને દંડ ભરવા જણાવ્યું

ઘાટકોપરના મંદિર પાસે પાર્ક કરાયેલી કારને વ્હીલ લૉક લગાડીને દંડ ભરવા જણાવ્યું
ભક્તોનો વિરોધ અને ઉપલા અધિકારીએ હસ્તક્ષેપ કરતા કારને મુક્ત કરાઈ
ટ્રાફિક પોલીસની દાદાગીરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : જુલાઈથી અમલમાં આવેલા નવા દર પછી ટ્રાફિક પોલીસની દાદાગીરીએ માઝા મૂકી છે. ટ્રાફિક પોલીસ ગેરકાયદે પાર્ક ન કરાયેલી કારને યુ આકારવાળી લેચ લગાડીને દંડ કરવાની ધમકી આપે છે. ઘાટકોપર પશ્ચિમના સ્ટેશન નજીકના શ્રી રોકડિયા હનુમાન મંદિરમાં એક શ્રદ્ધાળુ દર્શન કરવા રસ્તાની વચ્ચે ન આવે એ રીતે મંદિરની બાજુમાં આજે સવારે 11.30 વાગ્યે કાર પાર્ક કરી હતી. તાડગાવકર નામના પોલીસે આ કાર જોઈને તરત જ એને લોક લગાડયું. મંદિરના નારાયણ મહારાજ અને ભાવિકોએ આ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ ટ્રાફિક પોલીસે તેમને ઉદ્ધતાઈથી જવાબ આપીને દસ હજાર રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું હતું. ભાવિકોએ પોલીસની આ મનમાની વિરુદ્ધ લોકપ્રતિનિધિ, સમાજસેવકો અને ટોચના સત્તાધીશોને ફરિયાદ કરતાં આ લૉક ખોલાયું હતું.
એક ભાવિકે કહ્યું હતું કે દંડની રકમ વધ્યા બાદ ટ્રાફિક પોલીસ હપ્તો મેળવવા દરરોજ નવા શિકારની શોધમાં હોય છે.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer