નીરવ મોદીના ભાઈની ધરપકડની હિલચાલ

મુંબઈ, તા. 14 : એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ મુંબઈની સેશન કોર્ટને રૂા. 14,000 કરોડના પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ સામે કામ ચલાવવા સુપરત કરી દેવાની અપીલ કરી છે. નેહલ મોદી કાળાં નાણાંને ધોળા કરવાના અને પુરાવા નષ્ટ કરવા માટેના આરોપી  છે. નેહલ અમેરિકામાં હોવાનું મનાય છે.
આ વર્ષે ફાઈલ કરેલા આરોપનામામાં ઈડીએ નેહલ મોદી સામે આક્ષેપો કર્યા હતા કે તેને આ કૌભાંડ પર્દાફાશ થયા પછી નીરવ મોદીની કંપનીના કર્મચારીઓ અને `ડમી' ડિરેકટરોને લલચાવવાના, ધમકી આપવાના અને લાંચ આપવાના પ્રયાસો કર્યા હતા.
નેહલની સાથે નીરવ મોદીના સહયોગી મિહિર ભણશાળી કર્મચારીઓને ચૂપ રહેવા ધમકી આપી હતી.
મળતા અહેવાલ મુજબ 12 એપ્રિલે દુબઈથી 12 કર્મચારીઓને કેરો લઈ જવાયા હતા. ત્યાં નેહલે બનાવટી દસ્તાવેજો પર સહીઓ કરવા બળજબરી કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે.Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer