મિકા સિંહ પર સિને વર્કર્સનો પ્રતિબંધ

મુંબઈ, તા. 14 : પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફના સગાની પુત્રીના લગ્નના સમારંભમાં પરફોર્મન્સ આપવા બદલ આલોચનાનો શિકાર બનનારા સિંગર મિકા સિંહ પર ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસો. (એઆઈસીડબ્લ્યુએ)એ પ્રતિબંધ મૂક્યો છે.
આ અંગે સત્તાવાર નિવેદન જારી કરાયું છે, જેમાં જણાવાયું છે કે મિકા સિંહે મુશર્રફના સગાના લગ્નમાં ગાવા બદલ બિનશરતી પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોઈ પણ કંપની સાથેના તેમના સંકળાવાનો પણ બહિષ્કાર કરવામાં આવે છે.
એઆઈસીડબ્લ્યુએના કાર્યકર્તા એ સુનિશ્ચિત કરશે કે ભારતમાં કોઈ પણ મિકા સિંહ સાથે કામ ન કરે છતાં જો કોઈ કામ કરશે તો તેની વિરુદ્ધ લીગલ એકશન લેવામાં આવશે. મિકાના આ કામને ખેદપૂર્ણ જણાવાયું હતું.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer