વૈશ્વિક હૂંફે શૅરો સુધારાતરફી

મુંબઈ, તા. 14 : આજે દેશ-વિદેશના શૅરબજારો મજબૂત ટોને રહ્યાના અહેવાલ હતા. અમેરિકાના પ્રમુખે ચીનની આયાત પર ડયૂટી અંગેનો નિર્ણય મુલતવી રાખતા અમેરિકા સાથે આજે સવારે એશિયન બજારો ઊંચા ખૂલ્યા હતા. તો ક્રૂડતેલના ભાવ પણ દબાયા હતા. આની હૂંફે સ્થાનિકમાં વેચાણ કપાતના માનસે બેન્ચમાર્કો આજે સવારે ઊંચા મુકાયા હતા. સેન્સેક્ષ 275 પૉઈન્ટ તો નિફટી 77 પૉઈન્ટ ઊંચો ખૂલ્યો હતો. જોકે, બજાર આગળ ચાલતા વૃદ્ધિની ચાલમાં થોડી પીછેહઠ જણાઈ. સવારે 10.02 વાગ્યે આગલી બંધ સપાટીની તુલનાએ સેન્સેક્ષ 85 પૉઈન્ટ વધી 37043ની તો નિફટી 22 પૉઈન્ટના સુધારે 10947ની સપાટીને સ્પર્શ્યા હતા. તાતા સ્ટીલ, બજાજ ફાઈ., ઈન્ડસઈન્ડ બૅન્ક, વેદાંતાના શૅર્સ વધ્યા હતા.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer