જુલાઈમાં હોલસેલ ફુગાવો ઘટીને 1.08 ટકા થયો

જુલાઈમાં હોલસેલ ફુગાવો ઘટીને 1.08 ટકા થયો
નવી દિલ્હી, તા.14 : દેશનો હોલસેલ ફુગાવો જુલાઈમાં ઘટીને 1.08 ટકા હતો, જે ગત વર્ષના સમાન મહિનામાં 2.02 ટકા હતો, એમ સરકારી આંકડા દર્શાવે છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબ્લ્યુપીઆઈ) ફુગાવો જુલાઈમાં અર્થશાત્રીઓની ધારણા કરતાં પણ નીચો રહ્યો હતો. ઉપરાંત જુલાઈમાં રિટેલ ફુગાવો પણ ઘટીને 3.15 ટકા રહ્યો હતો, તેથી રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તેમની આગામી નાણાં સમીક્ષાની બેઠકમાં ધિરાણદરમાં ફરી એકવાર ઘટાડો કરે તેવી શક્યતા છે. સમગ્ર વર્ષ દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 110 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે.
અનાજમાં હોલસેલ ફુગાવો જુલાઈમાં વાર્ષિક ધોરણે 4.54 ટકા વધ્યો હતો, જે ગત  વર્ષના ગાળામાં 5.04 ટકા વધ્યો હતો. ટ્રેડ વૉરના લીધે તાજેતરમાં ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો હતો, વૈશ્વિક વૃદ્ધિનું આઉટલૂક નબળું છે અને ભૂરાજકીય ચિંતા વધી છતાં ભાવ વધ્યા નથી, એમ પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ટૂંકા ગાળામાં હોલસેલ ફુગાવો મંદ રહેશે. જણસોના ભાવ હળવા રહેશે, જ્યારે આયાતના ભાવમાં ફરક પડી શકે છે.
 
 

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer