ટીમમાં પ્રયોગ થતાં નથી, યુવા ખેલાડીઓને મોકા અપાય છે : પંત

પોર્ટ ઓફ સ્પેન, તા.14: રીષભ પંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શિખવાના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તેણે કહ્યુ છે કે તે પ્રત્યેક દિવસે સ્વંયને ક્રિકેટર અને સારા ઇન્સાનના રૂપમાં સુધાર કરવા માંગે છે. ભારતનો હવે પછીનો 6 મહિનાનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત છે. એ વિશે પંતને પૂછવામાં આવતા તેણે કહ્યું મારા માટે પ્રત્યેક દિવસ મહત્વનો છે. આ ફકત હવે પછીના 6 મહિનાનો મામલો નથી. હું ખેલાડી અને માનવીના રૂપમાં સારો બનવા માંગું છું. આ માટે હું ઉત્સુક છું.
પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં બહુ સફળ રહ્યો નથી. તેણે ફકત ત્રીજા ટી-20 મેચમાં આકર્ષક અર્ધસદી કરી હતી. ક્રિઝ પર જામી ગયા બાદ વિકેટ ફેંકી દેવાની તેની કૂટેવની સતત આલોચના થઇ રહી છે. તેના પર દિલ્હીનો આ યુવા વિકેટકીપર કહે છે કે હું દરેક વખતે મોટી ઇનિંગ રમવા માંગતો હોવ છું. હું સામાન્ય બનીને બેટિંગ કરું છું. આથી જામી ગયા બાદ વિકેટ ગુમાવું છું. હું નૈસર્ગિક રમત એટલા માટે રમવા માંગુ છું કે જેથી ટીમને જીતમાં મદદ મળે. મને ખુશી છે કે ટીમ મેનેજમેન્ટ પ્રત્યેક ખેલાડીનું સમર્થન કરે છે અને પર્યાપ્ત મોકા આપે છે. પંતે એમ પણ કહ્યુ કે ટીમમાં પ્રયોગ થતાં નથી, યુવા ખેલાડીઓને મોકા મળે છે. બધા પોતાની સ્થિતિ પર આશ્વત છે. કારણ કે ટીમ મેનજમેન્ટનું સમર્થન છે. 
પંતનું કહેવું છે કે વિશ્વ કપના સેમિ ફાઇનલમાંથી બહાર થવું નિરાશાજનક હતં, પણ એ હવે આગળ વધવાનો સમય છે. અમને બધાને ખબર છે કે એ દિવસે અમે ખરાબ રમ્યા. એ ફકત 4પ મિનિટનું ખરાબ ક્રિકેટ હતું.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer