સિનસિનાટી ઓપનમાં જોકોવિચ અને ફેડરરની આગેકૂચ

સિનસિનાટી ઓપનમાં જોકોવિચ અને ફેડરરની આગેકૂચ
ફિટનેસની સમસ્યાને લીધે સેરેના ખસી ગઇ
સિનસિનાટી, તા.14: નંબર વન નોવાક જોકોવિચ અને સ્વિસ સ્ટાર રોઝર ફેડરરે ડબ્લ્યૂટીએ સિનસિનાટી ઓપનમાં  આસાન જીત નોંધાવી હતી. બીજી તરફ પીઠની તકલીફને લીધે અમેરિકી દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સ આ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઇ હતી. સેરેનાને ફિટનેસની આ સમસ્યા ટોરન્ટો ઓપનના ફાઇનલ દરમિયાન થઇ હતી. આથી તેણીએ આંસુ સાથે ફાઇનલ છોડયો હતો. સેરેનાનું લક્ષ્ય 26 ઓગસ્ટથી શરૂ થઇ રહેલ અમેરિકી ઓપન પહેલા ફિટ થઇ જવા પર છે. સિનસિનાટી ઓપનના પહેલા રાઉન્ડમાં ફેડરરે આર્જેન્ટિનાના યુઆન ઇગ્નેસિયોને 6-3, 6-4થી હાર આપીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. ગત ચેમ્પિયન જોકોવિચે અમેરિકાના સેમ કવેરીને 7-પ અને 6-1થી હાર આપી હતી. મહિલા વિભાગમાં વિનિસ વિલિયમ્સે વર્તમાન ચેમ્પિયન કિકી બર્ટન્સને 6-3, 3-6 અને 7-6થી હાર આપી હતી.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer