ટીમ ઇન્ડિયાના મેનેજર સુબ્રમણ્યમને વિન્ડિઝ પ્રવાસેથી પરત બોલાવાયા

ટીમ ઇન્ડિયાના મેનેજર સુબ્રમણ્યમને વિન્ડિઝ પ્રવાસેથી પરત બોલાવાયા
ભારતીય એલચી કચેરીના અધિકારીઓ સાથે કથિત દુર્વ્યવહારનો આરોપ
મુંબઇ, તા.14: બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના મેનેજર સુનિલ સુબ્રમણ્યમને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસેથી પરત બોલાવી લીધા છે. તેમના પર આરોપ છે કે તેમણે ભારતીય એલચી કચેરીના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કર્યોં હતો. આ કથિત આરોપને લીધે ટીમ મેનેજરને બીસીસીઆઇએ તાત્કાલિક પાછા બોલાવી લીધા છે.
આ બારામાં બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે ટીમ મેનેજર સુનિલ સુબ્રમણ્યમે બોર્ડના સીઇઓ રાહુલ જોહરી સમક્ષ 16 ઓગસ્ટે સફાઇ આપવાની રહેશે. જેમાં તેણે ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ના વરિષ્ઠ અધિકારીના કથિત દુર્વ્યવહારનો જવાબ આપવો પડશે. ભારતીય આઇએફએસ અધિકારીએ જળ સંરક્ષકને પ્રોત્સાહન આપવા માટે ખેલાડીઓ સાથે એક વીડિયો શૂટના સરકારના અનુરોધ પણ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુબ્રમણ્યમનો સંપર્ક કર્યોં હતો. આ મામલે તેમના પર કથિત દુર્વ્યવહારનો આરોપ છે.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસથી પરત ફર્યાં બાદ સુબ્રમણ્યમની છટણી થશે કે ફરી મોકો મળશે તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આ ઘટના બાદ તેમનું નેશનલ ટીમનું મેનેજર પદ ગુમાવવું નિશ્ચિત બન્યું છે. આ ઘટના બાદ તેમણે ત્રિનિદાદ એન્ડ ટોબેગાના ભારતીય રાજદ્રારી કચેરીના અધિકારીઓની બિનશરતી માફી માંગવાની રજૂઆત કરી હતી. તેણે પોતાના બચાવમાં કહ્યંy છે કે મેં ઉંઘમાં જવાબ આપ્યો હતો, પણ આ મામલો ઉચ્ચ સ્તરનો હોવાથી બીસીસીઆઇ કાંઇ કરી શકે તેમ નથી. બાવન વર્ષીય સુનિલ સુબ્રમણ્યમ આર. અશ્વિનના પૂર્વ કોચ રહી ચૂકયા છે. તેઓ 74 પ્રથમ શ્રેણીના મેચ રમ્યા છે. જેમાં તેમણે 28પ વિકેટ લીધી છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer