મહારાષ્ટ્રના 46 પોલીસોને મળ્યા રાષ્ટ્રપતિ પદક

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની ઘોષણા કરવામાં આવી હતી. આ વખતે મહારાષ્ટ્ર પોલીસ દળને પાંચ શૌર્યપદક મળ્યા છે. ઉપરાંત 41 પોલીસ અધિકારીઓને ગુણવત્તા પૂર્ણ સેવા માટે સન્માનિત કરવામાં આવશે. જેમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન આર.આર. પાટીલના ભાઈનો પણ સમાવેશ થાય છે. કોલ્હાપુરના કરવીર ડિવિઝનના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાજારામ પાટીલને બીજીવાર રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત કરાશે.
જે પાંચ પોલીસ અધિકારીઓની રાષ્ટ્રપતિ પદકની નિમણૂક કરાઈ છે એમાં મુંબઈના સાકીનાકા વિભાગના આસીસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) મિલિંદ ખેટલેનો સમાવેશ થાય છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer