આઈઆઈટીમાં ફરી દીપડો દેખાયો : ગભરાટનું વાતાવરણ

મુંબઈ, તા. 14 : છેલ્લા કેટલાક દિવસથી પવઈ આઈઆઈટીમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે ત્યારે હવે આઈઆઈટી હિલ સાઈડ વિસ્તારમાં દીપડાનાં દર્શન થયાં છે. બે દિવસ પહેલાં આઈઆઈટી પરિસરમાં રાત્રિના સમયમાં દીપડો ફરતો હોવાનું કૅમેરામાં કેદ થયું છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકોના જણાવ્યા મુજબ આઈઆઈટી પરિસરમાં આ અગાઉ અનેકવાર દીપડો જોવા મળ્યો છે.
આ વિસ્તારમાં દીપડાના બાવડ મળતાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું છે. મુંબઈ આઈઆઈટીએ પ્રાણીઓ પર નિયંત્રણ રાખવા એક સમિતિની નિમણૂક કરી છે અને રખડતા ઢોર જો ત્યાં ફરતા રહેશે તો હિંસક પ્રાણીઓ પણ પરિસરમાં પ્રવેશ કરતા રહેશે તો તે ખતરાજનક છે અને તેનો તત્કાળ ઉકેલ લાવવો જરૂરી છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer