`મંદિરને તોડવાનો આદેશ બાબરે જ આપ્યો હતો તેના પુરાવા શું છે?''

રામ જન્મભૂમિ-બાબરી વિવાદની સુનાવણીમાં
સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ : હવે શુક્રવારે સુનાવણી
નવી દિલ્હી, તા. 14 :?રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે પણ સુનાવણી કરવામાં આવી હતી. પાંચમી ઓગસ્ટથી શરૂ?કરવામાં આવેલી સુનાવણીનો બુધવારે છઠ્ઠો દિવસ હતો. બુધવારની સુનાવણીમાં રામલલ્લા તરફથી વકીલ સી. એસ. વૈદ્યનાથને પોતાની દલીલો રાખી મૂકી હતી. આ દરમ્યાન અદાલત દ્વારા તેમને સવાલો પૂછવામાં આવ્યા કે?શું મંદિરને તોડવાનો આદેશ બાબરે જ કર્યો હતો, તેના પુરાવા શું છે?? રામલલ્લાના વકીલ તરફથી આ દરમ્યાન પુરાણોને ટાંકવામાં આવ્યા હતા. હવે આ મામલાની સુનાવણી શુક્રવારે જ થશે. રામલલ્લા વિરાજમાનના વકીલ વૈદ્યનાથને કહ્યું કે, શિયા વકફ બોર્ડે 1945માં કહ્યું હતું કે, રામના જન્મસ્થાન પર મસ્જિદ બનાવવામાં આવી હતી.
આ મુદ્દે ન્યાયાધીશ લોખંડેએ સુન્ની વકફ બોર્ડને સવાલ પૂછ્યો. રાજીવ ધવને આ મુદ્દે જવાબ આપ્યો કે તેમણે 1946ના નિર્ણયની સામે દાવો દાખલ કર્યો હતો.
રામલલ્લાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મુસ્લિમ કાયદા અંતર્ગત કોઇ બીજી જમીન પર મસ્જિદ ન બનાવી શકાય. 
આ ઉપરાંત તેમણે જન્મભૂમિ સ્થાનના કેટલાક નકશા પણ અદાલતની સામે રાખ્યા હતા. વૈદ્યનાથને કહ્યું કે, ત્યાં કસ્તૂરી પિલરની ઉપસ્થિતિની વાત કરી, જેમાં ફૂલ, શિવ-વિષ્ણુ અને કૃષ્ણની તસવીરો હતી.
 

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer