ગુજરાતના 13 પોલીસ, 1 ફાયર અને 4 હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ

ગુજરાતના 13 પોલીસ, 1 ફાયર અને 4 હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14: આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે દેશ માટે આગવું યોગદાન આપનારા 946 પોલીસ કર્મચારીઓનું રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વિવિધ મેડલ આપીને સન્માન કરાશે. જેમાં ગુજરાતના 13 પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ
પોલીસ કામગીરી માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ (પીપીએમ) થી ગાંધીનગર સી.આઇ.ડી. આઇ.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર  શૈલેશ ડી.રાવલને સન્માનિત કરાશે 
જ્યારે પ્રશંસનીય કામગીરી માટે પોલીસ મેડલથી 12 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે જેમાં ભાવનગર જિલ્લાના નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા,  જામનગર, ચેલાના નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પટેલ, પૂર્વ કચ્છ ગાંધીધામના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ.સૈયદ(કાજી) ઉપરાંત અમદાવાદ શહેરના નાયબ પોલીસ અધિક્ષક એ.એમ. પટેલ, વેસ્ટર્ન રેલવે અમદાવાદના નાયબ પોલીસ અધિક્ષક પી.પી. પીરોજીયા, આણંદ જિલ્લાના નાયબ પોલીસ અધીક્ષક આર.એલ.સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજા, પોલીસભવન ગાંધીનગરના પોલીસ સબઇન્સ્પેક્ટર એન.આર.સુથાર, મોટર ટ્રાન્સપોર્ટ વલસાડના પોલીસ સબઇન્સ્પેક્ટર  લલિતકુમાર રત્નાભાઇ મકવાણા તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સત્યપાલ એમ. તોરમ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના હેડ કોસ્ટેબલ  ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ  પ્રતાપજી સુખાજી ચૌહાણને પોલીસ મેડલથી સન્માનિત કરાશે.
આ ઉપરાંત શ્રેષ્ઠ ફાયર કામગીરી માટે પ્રતાપસિંહ સજ્જનસિંહ દેવડા, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં પ્રશંસનિય સેવા આપવા માટે  સચિનકુમાર નારણભાઇ ભગત, ઇન્દ્રસિંહ નવલસિંહ રાણા, પ્રફુલ્લભાઇ વિરજીભાઇ શિરોયા અને શારદા પરષોત્તમ ડાભીને મેડલ આપી સન્માનિત કરાશે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer