આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, મુંબઈ પોલીસ જનરલ અલર્ટ પર

આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, મુંબઈ પોલીસ જનરલ અલર્ટ પર
મુંબઈ, તા. 14 : આવતી કાલે ગુરુવારે દેશના સ્વતંત્રતા પર્વની લોકો શાંતિપૂર્વક ઉજવણી કરી શકે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 40,000 જેટલા પોલીસના જવાનો બંદોબસ્ત રાખશે. શહેરમાં કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે દેશના પર્વ માટે જનરલ અલર્ટ જાહેર કરાયો છે. મુંબઈ પોલીસના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મુંબઈ પોલીસના અધિકારીઓ, લોકલ આર્મ્સના જવાનો, રિઝર્વ પોલીસ, રાયટ કંટ્રોલ અને ટ્રાફિક ડિવિઝન સહિતના 40,000 જવાનો શહેરમાં તહેનાત હશે.
 

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer