શહેરી ગર્લ નુસરત ભરૂચાને કરવી છે વિવિધ પ્રકારની ભૂમિકાઓ

શહેરી ગર્લ નુસરત ભરૂચાને કરવી છે વિવિધ પ્રકારની ભૂમિકાઓ
`સોનુ કે ટિટુ કી સ્વિટી' અને `પ્યાર કા પંચનામા'માં શહેરી સ્ટાઇલીશ ગર્લ બનનારી અભિનેત્રી નુસરત ભરૂચા હવે ફિલ્મ ડ્રીમગર્લમાં નાના શહેરમાં રહેતી સીધીસાદી યુવતીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ ડ્રીમગર્લના ટ્રેલરને મળેલા પ્રતિસાદથી ખુશ થયેલી નુસરત પોતાના સહઅભિનેતા આયુષમાનના અભિનયથી અત્યંત પ્રભાવિત છે. પોતાના કામ અંગે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, અત્યાર સુધી મેં શહેરી સ્ટાઇલીશ યુવતીનાં પાત્રો ભજવ્યાં છે પરંતુ હવે મારે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવી છે. આયુષમાન અત્યંત કુશળ કલાકાર છે. તેણે વિકી ડોનરની ગંભીર  ભૂમિકાને પણ અત્યંત સહજતાથી ભજવીને પોતાની કાબેલિયત પુરવાર કરી છે. તે પોતાના દરેક પાત્રમાં આટલો જ સહજ હોય છે અને તેને જોવો ગમે છે.
ડ્રીમગર્લ બાદ નુસરતની બીજી ફિલ્મ તુર્રમ ખાન છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળશે. તમે કહ્યું કે, હું અને રાજકુમાર સારા મિત્રો છીએ અને લાંબા સમય બાદ ફરી સાથે જોવા મળીશું. ત્યાર બાદ ફિલ્મ હુરદંગમાં સની કૌશલ અને વિજય વર્મા સાથે જોવા મળીશ. '90ના દાયકાની કથા ધરાવતી આ ફિલ્મ રોમાન્ટિક છે. આવતા વર્ષે તે થિયેટરમાં જોવા મળશે.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer