કાંગારું સ્પિનર લિયોને મહાન ડેનિસ લિલીની બરાબરી કરી

કાંગારું સ્પિનર લિયોને મહાન ડેનિસ લિલીની બરાબરી કરી
લંડન, તા.16: કાંગારૂ સ્પિનર નાથન લિયોને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એશિઝ સિરીઝની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 3 વિકેટ લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે પૂર્વ ફાસ્ટ બોલર ડેનિસ લિલીની બરોબરી કરી છે. લિયોને 88 મેચમાં 355 વિકેટ લીધી છે. લિલીએ 1971 થી 1984 દરમિયાન 70 ટેસ્ટમાં 355 લીધી હતી. લિયોનની શાનદાર બોલિંગ થકી કાંગારૂંએ ઇંગ્લેન્ડને 258 રનમાં ઓલઆઉટ કર્યુ હતું.
ઓસ્ટ્રેલિયા માટે શેન વોર્ને 145 ટેસ્ટમાં સૌથી વધુ 708 વિકેટ લીધી છે. ગ્લેન મેકગ્રાથ 124 ટેસ્ટમાં 563 વિકેટ સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. લિયોન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર્સની સૂચિમાં સાતમા સ્થાને છે.

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer