પાલિકા પાસે 58,000 કરોડ ફિક્સમાં છે

તો પણ ચોમાસામાં મુંબઈ ડૂબી જાય છે : ગડકરી

મુંબઈ, તા. 16 : મુંબઈ મહાનગરપાલિકા પાસે 58,000 કરોડ રૂપિયા ફિક્સમાં છે છતાં દર ચોમાસામાં મુંબઈ પાણીમાં જાય છે, તેવો ટોણો કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ માર્યો હતો. પાલિકા નક્કી કરે તો અહીંનો સમુદ્ર કિનારો મોરેશિયસ જેવો અતિ સ્વચ્છ બનાવી શકે છે. 
ઈટલીની જેમ મુંબઈમાં પણ વોટરટૅક્સી સેવા શરૂ કરવી જોઈએ એવી સલાહ ગડકરીએ આપી હતી. હું મુંબઈ બહુ ઓછો આવું છું છતાં પોતાને મુંબઈકર માનું છું, તેમ ગડકરીએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, વિદર્ભના પાંચ જિલ્લા બહુ જલ્દી ડિઝલમુક્ત થશે અને આ દરમિયાન બાયો સીએનજીનો વપરાશ વધારવામાં આવશે. 

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer