ગુરુવારે અંકુશરેખાએ પાકનો શત્રવિરામભંગ

આર્મીના વળતાં ફાયરિંગમાં 4 પાક સૈનિક ઠાર

નવી દિલ્હી, તા. 16: જમ્મુ કાશ્મીરમાં પાક દળોએ કરેલા શત્રવિરામભંગ બાદ આર્મીએ આજે કરેલા વળતા ફાયરિંગમાં વધુ એક પાક સૈનિક માર્યો જતાં આર્મીના ફાયરિંગમાં માર્યા ગયેલા પાક સૈનિકોનો મૃત્યુ આંક ચારનો થયો છે. પાકે ગઈ કાલે બારામુલ્લા, રાજૌરી અને પુંછ જિલ્લાઓમાંની અંકુશરેખાએ શત્રવિરામભંગ કર્યા હતા. ભારતના 73મા સ્વાતંત્ર્યદિને ગઈ કાલે પાક બાજુએથી વિના ઉશ્કેરણીએ નંગી ટેકરી વિસ્તારમાંના ઉરી, રાજૌરી અને કેજી સેકટરમાં ફાયરિંગ થયા હતા.
જમ્મુ કાશ્મીરમાંની નાજુક પરિસ્થિતિમાંથી ધ્યાન બીજે વાળવા ભારતીય આર્મીએ અંકુશરેખાએ ફાયરિંગ વધારી દીધાના પાક સેનાના પ્રવકતાના આક્ષેપ બાદ ભારતે વળતો જવાબ આપ્યો હતો.
ઉરી અને રાજૌરીમાં ફાયરિંગ ગઈ કાલે આખો દિવસ ચાલુ રહ્યું હતું અને કેજી સેકટરમાં ગઈ સાંજે પા કલાકે શરૂ થયેલું ફાયરિંગ મધરાત બાદ અઢી વાગ્યા સુધી ચાલ્યું હતું. તેમ જ તે પછીય થોડી થોડી વારે રાતભર ફાયરિંગ થતા રહ્યા હતા.

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer