રઘવાયાં પાકિસ્તાને ભારતીય કલાકારોને દર્શાવતી વિજ્ઞાપનો પર લગાવી રોક

નવી દિલ્હી, તા. 16 : જમ્મુ-કાશ્મીર પર ભારતના પગલાંની કળ પાકિસ્તાનને હજુ વળી નથી. વધુ એક કદમમાં પાકિસ્તાને હવે ભારતીય કલાકારોને દર્શાવતા વિજ્ઞાપનો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા નિરીક્ષક સંસ્થાએ ભારતીય કલાકારોને દર્શાવતા વિજ્ઞાપનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સંસ્થાએ 14 ઓગસ્ટના એક પત્ર જારી કરી જાહેરાતો પર રોકની ઘોષણા કરી હતી. નિયામકે કહ્યું હતું કે ડેટોલ સોપ, સર્ફ એક્સેલ પાઉડર, પેન્ટીન શેમ્પુ, હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ, લાઈફબોય શેમ્પુ,  ફોગ બોડી સ્પ્રે, સનસિલ્ક શેમ્પુ, નોર નુડલ્સ, ફેર એન્ડ લવલી ફેસ વોશ જેવા ઉત્પાદનોના વિજ્ઞાપનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી કલમ-370 નિષ્પ્રભાવી બનાવાયા બાદથી પાકિસ્તાન રઘવાયું બન્યું છે.
આ પહેલાં પાકિસ્તાન અન્ય પ્રતિબંધોની સાથે જ ભારતીય ફિલ્મોના પ્રદર્શન પર રોક લગાવી ચૂક્યું છે.

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer