ટ્રમ્પ સાથે ફોન ઉપર ઈમરાનની 20 મિનિટ વાતચીત

ઈસ્લામાબાદ, તા.16: કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવતાં ફફડી ઉઠેલું પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર ઉઠાવવા ઉધામા કરી રહ્યું છે. જો કે આમાં તેને નિરાશા સાંપડતા હવે તે અમેરિકા સામે કરગરી રહ્યું છે. પાક.નાં વડાપ્રધાન ઈમરાન ખાને આજે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ બારામાં જ આજે 20 મિનિટ સુધી ફોન ઉપર વાતચીત કરી હતી. પાકિસ્તાનનાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીનાં કહેવા અનુસાર ઈમરાને સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક વિશે ટ્રમ્પને વિશ્વાસમાં લીધા હતાં.

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer