બાબરી મસ્જિદ બંધાઈ તે સ્થાને પ્રાચીન મંદિર હોવાના પુરાવા આપો સુપ્રીમ

બાબરી મસ્જિદ બંધાઈ તે સ્થાને પ્રાચીન મંદિર હોવાના પુરાવા આપો સુપ્રીમ
નવીદિલ્હી, તા.16 : અયોધ્યાની વિવાદિત ભૂમિ ઉપર બાબરી મસ્જિદ પ્રાચીન હિન્દુ મંદિરનાં અવશેષો ઉપર કે બાંધકામ ઉપર બની હોવાનાં પુરાવા રજૂ કરવાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષકારોને કહ્યું છે.
છેલ્લી બે સહત્રાબ્દી દરમિયાન માનવ સભ્યતા નદીતટે સ્થાપિત અને વિસ્થાપિત થતી રહી છે. માનવજાતે જે તે સ્થળે હયાત માળખાઓ ઉપર બાંધકામો પણ કર્યા. પરંતુ અત્રે એ સાબિત કરો કે બાબરી મસ્જિદ જ્યાં બંધાઈ હતી એ સ્થળ તે પહેલા ધાર્મિક પ્રકૃતિનું હતું. તેવું જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે રામલલા વિરાજમાનનાં વકીલ સી.એસ. વૈદ્યનાથનને કહ્યું હતું. તો બંધારણીય ખંડપીઠનાં અન્ય એક સદસ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે, વળી એ સ્થળનું બાંધકામ ભગવાન રામને જ સમર્પિત હતું એવાં આધાર પણ રજૂ કરવાં જોઈએ. જવાબમાં વૈદ્યનાથને પુરાતત્વ વિભાગનાં અહેવાલનો હવાલો આપ્યો હતો અને ત્યાં ઈ.સ.પૂર્વે બીજી સદીનાં ભૂગર્ભમાં રહેલા માળખાની દલીલ આપી હતી.

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer