વાજપેયીને પ્રથમ પુણ્યતિથિએ વડા પ્રધાન-રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પી

વાજપેયીને પ્રથમ પુણ્યતિથિએ વડા પ્રધાન-રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 16 : ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર રાષ્ટ્રે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. આજથી બરાબર એક વર્ષ પહેલાં 16 અૉગસ્ટ 2018ના વાજપેયી આ દુનિયા છોડી ગયા હતા, પરંતુ તેમની હાજરી આજે પણ વર્તાઈ રહી છે.
આજે આ અવસરે વાજપેયીના સ્મૃતિ સ્થળ સદૈવ અટલ ખાતે સવારે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રાર્થનાસભામાં વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિન્દ, ગૃહપ્રધાન અમિત શાહ, વાજપેયીની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય, તેમના પતિ રંજન ભટ્ટાચાર્ય અને તેમની પુત્રી નિહારિકા પણ હાજર રહ્યાં હતાં.
પ્રાર્થનાસભામાં પ્રસિદ્ધ ગાયક હરિહરન અને તેના સાથીઓએ ભજન અને ભક્તિ ગીતો ગાઈ વાજપેયીને શ્રદ્ધા સુમન અર્પણ ર્ક્યા હતા.
સદૈવ અટલ સ્મૃતિ સ્થળ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું.
મધ્યમાં ગ્રેનાઈટ પથ્થરથી વાજપેયીની સમાધિ બનાવવામાં આવી છે. વચ્ચે એક દીવો રાખવામાં આવ્યો છે.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer