વડા પ્રધાને ગુજરાતના જૈનમુનિને યાદ કર્યા

નવી દિલ્હી, તા. 17 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી  સ્વાતંત્ર્ય દિને દેશને સંબોધનમાં પાણીનું મહત્ત્વ સમજાવતાં ગુજરાત રાજ્યના મહુડી તીર્થના જૈન મુનિ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજનો ઉલ્લેખ કર્યો હતો.
મુનિ બુદ્ધિસાગરજીએ 100 વર્ષ પહેલાં લખ્યું હતું કે, કરિયાણાની દુકાનમાં પાણી વેચાશે તેવું મોદીએ જણાવ્યું હતું. બુદ્ધિસાગરજી જૈન મુનિ હતા, પરંતુ તેમનો જન્મ પટેલ પરિવારમાં થયો હતો. ગુજરાતના પ્રખ્યાત લેખક અને જૈન શાત્રના છાત્ર કુમારપાળ દેસાઇએ કહ્યું હતું કે, જૈનમુનિનું પૂર્વાશ્રમનું નામ બેચરદાસ પટેલ હતું.
 
 

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer