વિન્ડિઝ એ સામેની અભ્યાસ મૅચમાં પૂજારાની શાનદાર સદી

વિન્ડિઝ એ સામેની અભ્યાસ મૅચમાં પૂજારાની શાનદાર સદી
કુલિજ (એન્ટીગ્વા), તા.18: ટેસ્ટ વિશેષજ્ઞ બેટધર ચેતેશ્વર પુજારાની શાનદાર સદી (100 રીટાયર્ડ હર્ટ)ની મદદથી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ એ ટીમ વિરૂધ્ધના ત્રણ દિવસીય અભ્યાસ મેચના પહેલા દિવસે પાંચ વિકેટે 297 રનનો સ્કોર કર્યોં હતો. ઓસ્ટ્રેલિયા સામેની પાછલી શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર ચેતેશ્વર પુજારાએ આજે કેરેબિયન એ ટીમ સામે આકર્ષક બેટિંગ કરીને પહેલા ટેસ્ટ પૂર્વે શાનદાર ફોર્મ ઝળકાવ્યું હતું. તેણે 187 દડામાં 8 ચોક્કા અને 1 છક્કાથી 100 રન કર્યાં હતા. આ પછી તે રિટાયર્ડ થયો હતો. જ્યારે રોહિત શર્માએ 68 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 36 અને રીષભ પંતે 33 રન કર્યાં હતા. હનુમા વિહારી 37 અને રવીન્દ્ર જાડેજા 1 રને અણનમ રહ્યા હતા. જો કે રહાણે (1) નિષ્ફળ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ એ ટીમ તરફથી જોનાથન કાર્ટરે 3 અને કેયોંગ હાર્ડિંગ તથા અકીમ ફ્રેઝરે 1-1 વિકેટ લીધી હતી.

Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer