કરુણારત્નેની કૅપ્ટન ઇનિંગથી પહેલી ટેસ્ટમાં

કરુણારત્નેની કૅપ્ટન ઇનિંગથી પહેલી ટેસ્ટમાં
કિવિઝ સામે શ્રીલંકાનો 6 વિકેટે વિજય સુકાની કરુણારત્નેની સદી અને થિરિમાનેની અર્ધસદી : શ્રીલંકાને 60 ટેસ્ટ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ
 
ગાલે, તા. 18: દિમૂથ કરૂણારત્નની કેપ્ટન ઇનિંગની મદદથી શ્રીલંકાએ પ્રવાસી ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના પહેલા ટેસ્ટમાં 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આથી બે ટેસ્ટની શ્રેણીમાં શ્રીલંકા 1-0થી આગળ થયું છે અને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મહત્વના 60 પોઇન્ટ હાંસલ કરીને તેના અભિયાનના પ્રારંભ કર્યોં છે. કપ્તાન દિમૂથ કરૂણારત્નેએ તેની ટેસ્ટ કેરિયરની નવમી સદી કરીને 122 રન તથા લાહિરૂ થિરિમાનેએ અર્ધસદી કરીને 64 રન કર્યાં હતા. ન્યુઝીલેન્ડે જીત માટે શ્રીલંકાને જીત માટે 268 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે શ્રીલંકાએ આજે મેચના પાંચમા અને આખરી દિવસે 4 વિકેટ ગુમાવીને અંકે કરી લીધો હતો. સુકાની કરૂણારત્ને અને થિરિમાનેએ પહેલી વિકેટમાં 161 રનની સંગીન ભાગીદારી કરીને શ્રીલંકાની જીતની બુનિયાદ બનાવી હતી. કરૂણારત્નેએ 243 દડામાં 6 ચોક્કા અને 1 છક્કાથી 122 અને થિરિમાનએ 163 દડામાં 4 ચોક્કાથી 64 રન બનાવ્યા હતા. અનુભવી એન્જલો મેથ્યૂસ 28 રને અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી બીજા દાવમાં સાઉધી, એઝાઝ પટેલ, બોલ્ટ અને સમરવિલેના ખાતામાં એક-એક વિકેટ આવી હતી. ન્યુઝીલેન્ડે પહેલા દાવમાં 249 રન કર્યાં હતા. જવાબમાં શ્રીલંકના 267 રન થયા હતા. કિવિ ટીમે બીજા દાવમાં 285 રન કર્યાં હતા. બન્ને ટીમ વચ્ચેનો બીજો અને આખરી ટેસ્ટ મેચ તા. 22મીથી કોલંબોમાં શરૂ થશે.
Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer