જ્યારે આતંકવાદી સુધી પહોંચવા તપાસનીશ અધિકારીઓએ શાકભાજી વેચી...

નવી દિલ્હી, તા. 18 : મધ્યપ્રદેશના ઇંદોરમાં સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટના બે દિવસ પહેલાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓએ પાંચ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં થયેલા બોંબ કાંડના આરોપી ઝાહીરૂલ શેખને પકડવામાં સફળતા મેળવી હતી. આ આતંકવાદી સુધી પહોંચવામાં એનઆઇએના અધિકારીઓને શાકભાજી પણ વેચવી પડી હતી.
પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં 2014ના વર્ષે થયેલા બોંબ ધડાકામાં ઝાહીરૂલ પણ એક આરોપી હતો. એનઆઇએ તેની લાંબા ગાળાથી તપાસ કરી રહી હતી. એનઆઇએને તે ઇંદોરમાં કોહીનુર કોલોનીમાં હોવાની ખબર મળી હતી. તે ત્યાં પેઇન્ટીંગનું કામ કરતો હતો તથા મજૂરી કરતો હતો.
એનઆઇએની ટુકડીએ ઇંદોરની મુલાકાત લઇ અને જાતે તપાસ કરી. અમુક અધિકારીઓએ તો શાકભાજીની રેંકડી કાઢી અને તપાસ કરી.
જેથી તેમને એ સ્થળ સાચુ સરનામું મળે કે જ્યાં આરોપી રહેતો હતો. ત્યાં સુધી સ્થાનિક પોલીસ અંધારામાં હતી. પણ જ્યારે ઝાહિરૂલના સ્થાનની પૃષ્ટિ મળી ગઇ પછી એનઆઇએએ સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપી ઝાહિરૂલ જમાત ઉલ મુઝાહિદ (જેએમબી)નો સક્રિય સભ્ય છે.
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer