દહિસર-અંધેરીની બન્ને મેટ્રો 2020માં દોડતી થઈ જશે

દહિસર-અંધેરીની બન્ને મેટ્રો 2020માં દોડતી થઈ જશે
મુંબઈ, તા. 18 : મુંબઈ મેટ્રો-2-એ (દહિસરથી ડી. એન. નગર વાયા લિન્ક રોડ) અને મેટ્રો-7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ વાયા વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે)નું 70 ટકા કામ પૂરું થઈ ગયું છે. અને જુલાઈ 2020માં મેટ્રોની ટ્રાયલ એમએમઆરડીએ તરફથી શરૂ થશે. ડિસેમ્બર-2019 સુધીમાં આ બે મેટ્રોની સેવા શરૂ થવાનો અંદાજ હતો, પરંતુ કેટલાંક ટેકિનકલ કારણોને લીધે મેટ્રોનું કામ ધીમું પડી ગયું હતું. જોકે, હાલ કામ ઝડપથી થઈ રહ્યું છે, જેથી આ બન્ને રૂટની સેવાઓ 2020ના મધ્યમથી શરૂ થવાની ધારણા છે.
નવેમ્બર 2018માં આ બન્ને મેટ્રો માટે કોચના અૉર્ડર આપવામાં આવ્યા હતા. લગભગ 18 મહિના પછી પ્રથમ ટ્રેન મુંબઈ આવી પહોંચશે.
મેટ્રો-2-એ પર એક નજર
  • 712 થાંભલામાંથી 596નું કામ પૂરું
  • સ્ટેશનોમાં 60 ટકા સ્ટ્રક્ચરલ કામ પૂરું
  • મેટ્રોના પાટાનું કામ ચારકોપ ડેપોમાં શરૂ
  • સપ્ટેમ્બરથી પાટા બેસાડવાનું કામ શરૂ થશે
  • 18.5 કિલોમીટરમાંથી 14નું કામ પૂરું
  • અત્યાર સુધી 67 ટકા કામ પૂરું મેટ્રો-7ની વર્તમાન સ્થિતિ
  • 724માંથી 595 થાંભલાનું કામ પૂરું
  • રેલવે પાટા અને વેલ્ડિંગનું 16.5 કિલોમીટરમાંથી 9.5 કિ. મી.નું કામ પૂરું
  • કુલ 70 ટકા કામ પૂરું
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer