રાષ્ટ્રપતિ લતાદીદીને ઘરે મળવા ગયા

રાષ્ટ્રપતિ લતાદીદીને ઘરે મળવા ગયા
મુંબઈ, તા. 18 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મુંબઈમાં ભારતરત્ન પીઢ ગાયિકા લતા મંગેશકરની શુભેચ્છા મુલાકાતે  લતાજીના ઘરે ગયા હતા. રાષ્ટ્રપતિએ ટવીટ કરીને જણાવ્યું હતું કે મુંબઈમાં લતાજીના ઘરે જઇને તેમને મળવાનો અવસર મળ્યો, તેમને મળીને પ્રસન્નતા થઈ, તેમને સ્વસ્થ જીવનની શુભકામના આપી હતી.
લતાજીએ ટવીટ કર્યું હતું કે નમસ્કાર, રાષ્ટ્રપતિ આજે મારા ઘરે મહેમાન બન્યા અને મને મળ્યા તેની ખૂબ જ ખુશી છે. સર તમે મારું ગૌરવ વધાર્યું... આભાર... તમને મારા કંઠે ગવાયેલું `અય મેરે વતન કે લોગો... જરા યાદ કરો કુરબાની...' ગીત ખૂબ જ પ્રિય છે, એ આજે જાણવા મળ્યું. 
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer