ટ્રિપલ તલાકના વિરોધ પાછળ તૃષ્ટિકરણની રાજનીતિ અમિત શાહ

ટ્રિપલ તલાકના વિરોધ પાછળ તૃષ્ટિકરણની રાજનીતિ અમિત શાહ
નવી દિલ્હી, તા. 18 : કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે દિલ્હીના કોન્સ્ટીટયૂશનલ ક્લબમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ંટ્રિપલ તલાકના વિરોધ પાછળ તૃષ્ટિકરણની રાજનીતિ છે અને કોંગ્રેસને હજી પણ શરમ નથી. જેથી તે કુપ્રથાનું સમર્થન કરે છે.  ટ્રિપલ તલાક દુર કરવાની કોઈમાં હિંમત નહોતી. આ એક ઐતિહાસિક પગલું ભરવા માટે પીએમ મોદીનું નામ ઈતિહાસના સમાજ સુધારકોમાં લખવામાં આવશે. 
અમિત શાહે કહ્યું હતું કે, ટ્રિપલ તલાક એક કુપ્રથા હતો અને તેમાં કોઈ શંકા નથી. ટ્રિપલ તલાક કાયદો બનતા મહિલાઓને હક મળ્યો છે. 16 ઘોષિત ઈસ્લામિક દેશોએ અલગ અલગ સમયે ટ્રિપલ તલાકને તલાક આપવાનું કામ કર્યું છે. ભારતને આ નિર્ણય કરવામાં 56 વર્ષ લાગ્યા છે. જેનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ છે. `િટ્રપલ તલાક કા ખાત્મા : ઐતિહાસિક ગલતી કા સુધાર' કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, 60ના દાયકામાં તૃષ્ટિકરણ વોટબેન્ક રાજનીતિનું હથિયાર બન્યું હતું અને અમુક પક્ષોની આ આદત બની ગઈ હતી. 
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer