વૈશ્વિક હૂંફે શૅર્સમાં ઝડપી સુધારો

મુંબઈ, તા. 19 : આજે નવા સપ્તાહની શરૂઆત શૅરબજારે ઝડપી સુધારાના ટોને કરી હતી. આજે સવારે એશિયન બજારોના પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયાની સુધારાના ઝોકે સ્થાનિકમાં ગયા સપ્તાહના ઘટયા મથાળે વેચાણ કપાતે શૅરોએ વૃદ્ધિની ચાલ દાખવી હતી. આજે સવારે 9.16 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ 136 પૉઈન્ટ તો નિફટી 47 પૉઈન્ટ્સ ઊંચો કવૉટ થતો હતો, જે આગળ ઉપર 10.02 વાગ્યે વધુ ઊંચકાઈને અનુક્રમે 251 પૉઈન્ટ્સ ઉછળી 37602ની અને 67 પૉઈન્ટ્સ ઊંચકાઈ 11114ની સપાટીને સ્પર્શ્યો હતો. સનફાર્મા, એલઍન્ડટી, હીરો મોટો કોર્પ, કોટક મહિન્દ્રા બૅન્કના શૅર્સ વધ્યા હતા, તો બીએસઈ હેલ્થકેર, કેપિટલ ગુડ્ઝ ઊંચા મુકાતા હતા.

Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer