વાટાઘાટથી જ ઉકેલાશે ડોકલામ વિવાદ : ભુતાન વડા પ્રધાન

નવી દિલ્હી, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય યાત્રા દરમિયાન ભુતાન સાથે ઘણા મહત્ત્વના કરારો થયા છે. આજે વડા પ્રધાન મોદી ભુતાન યાત્રા સંપન્ન કરીને સ્વદેશ પરત ફરી રહ્યા છે ત્યારે ભુતાનનાં વડા પ્રધાન લોટે ત્શેરિંગે મોદીનો આભાર માનતા ડોકલામ વિવાદમાં અત્યંત મહત્ત્વપૂર્ણ નિવેદન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, આ વખતે તેમના વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટોમાં ડોકલામ મુદ્દો ચર્ચાયો ન હતો, કારણ કે હવે આ બાબતે કોઈ સમસ્યા નથી અને બધું જ સામાન્ય છે. ડોકલામ વિશે ભુતાનનું હંમેશાંથી માનવું રહ્યું છે કે આ ત્રણ દેશ ભારત-ચીન અને ભુતાન વચ્ચેનો મામલો છે અને તેનો સકારાત્મક વાટાઘાટથી જ ઉકેલ આવી શકશે.

Published on: Mon, 19 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer