પ્રિયંકા ચોપરા જોનાસ પણ નેટફ્લિક્સની ફિલ્મમાં

પ્રિયંકા ચોપરા જોનાસ પણ નેટફ્લિક્સની ફિલ્મમાં
હવે પ્રિયંકા ચોપરા જોનાસ પણ નેટફ્લિક્સની ફિલ્મ વી કેન બી હીરોઝમાં જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શન, લેખક અને નિર્માતા રોબર્ટ રોડરિગ્સ છે. પરગ્રહવાસીઓ ધરતીના સુપરહીરોઝનું અપહરણ કરી જાય છે અને તે હીરોના બાળકો પોતાના વાલી તથા દુનિયાને બચાવવા માટે કમર કસે છે તેની કથા આ ફિલ્મમાં છે. તેમાં પ્રિયંકા ઉપરાંત ક્રિસ્ટિન સ્લેટર, બોયડ હોલબ્રુક, સંગ કાંગ અને પેડ્રો પાસ્કલ છે. નોંધનીય છે કે અગાઉ  પ્રિયંકાએ નોટફ્લિક્સની જ ફિલ્મ ઇઝન્ટ ઇટ રોમેન્ટિકમાં અભિનય કર્યો હતો પરંતુ આમાં તેની ભૂમિકા નાની હતી. 
નેટફિલક્સની ફિલ્મ ઉપરાંત પિય્રંકા ભારતીય લગ્ન પર આધારિત કૉમેડી ફિલ્મની નિર્માત્રી અને અભિનેત્રી છે. આ ફિલ્મના સહનિર્માતા માઇન્ડી કાલિંગ અને ડે ગૂર છે. અૉસ્કાર વિજેતા બેરી લેવિન્સનની મા શીલાના જીવન પર આધારિત ફિલ્મમાં પણ અભિનેત્રી મુખ્ય ભૂમકા ભજવવાની છે. બૉલીવૂડની ફિલ્મ સ્કાય ઇઝ પિન્કમાં તે મોટીવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું પ્રીમિયર ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં  થશે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ પોતાના પર્પલ પેબલ પિકચર્સના બેનર હેઠળ પાની, વેન્ટિલેટર, પાહુણા, લિટલ વિઝિટર્સ અને પાયબ્રાન્ડ ફિલ્મનું નિર્માણ કર્યું છે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer