મને મોટી ભૂમિકાઓ કરવામાં રસ નથી મલાઈકા અરોરા

મને મોટી ભૂમિકાઓ કરવામાં રસ નથી મલાઈકા અરોરા
છૈયા છૈયા..., મુન્ની બદનામ હુઇ કે અનારકલી ડિસ્કો ચલી જેવા આઇટમ ગીતો આપનારી મલાઈકા અરોરા છેલ્લાં 19 વર્ષથી બૉલીવૂડમાં છે, પરંતુ હજુ સુધી કોઇ ફિલ્મમાં મોટી ભૂમિકા કરી નથી. કારણ? અભિનેત્રીને નાયિકાની ભૂમિકા કરવામાં રસ નથી. તેણે કહ્યું કે, મને અભિનય કરવામાં ઝાઝો રસ નથી. મારે માત્ર આવી જ રીતે નાનકડો ચમકારો કરવો હોય છે. હું આવી જ છું અને આવી જ રહીશ. 
હાલમાં મલાઈકાના અર્જુન કપૂર સાથેના સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે. પોતાની કરતા નાની ઉંમરના બોયફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ રાખવાને લીધે મલાઈકાની ભારે ટીકા પણ થઈ છે. લોકો તેના અંગત જીવનની ખણખોડ કરે છે એટલે ગુસ્સો થઈ આવતો એમ પૂછતાં મલાઈકાએ કહ્યું કે, આ જગતમાં દરેક વાતની ખણખોદ કરવામાં આવે છે. આપણે દે વ્યવસાયમાં હોઇએ ત્યાંના લોકો તમારા વિશે જાણવા તમામ મર્યાદા ઓળંગે તે બાબતને તમારે સ્વીકારવી જ રહી. ઉપરાંત લોકોને પોતાના અભિપ્રાય આપતા પણ અટકાવી શકાતા નથી. 
મલાઈકા 45 વર્ષની હોવા છતાં તેનું ફિગર અને બ્યુટી યૌવનાને શરમાવે એવા છે. જીમનેશિયમમાં જતી કે આવતી વેળાની તેની તસવીરો જોવા મળે છે. તે પણ ફિલ્મોમાં નહીં પરંતુ આ રીતે પોતાની લોકપ્રિયતા જાળવી રાખે છે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer