વિવેક અૉબેરોય બનશે કમાન્ડર અભિનંદન વર્ધમાન

વિવેક અૉબેરોય બનશે કમાન્ડર અભિનંદન વર્ધમાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મ બાદ હવે વિવેક આનંદ અૉબેરોય ભારતીય વાયુ દળના શૌર્યને ઝળકાવતી ફિલ્મમાં જોવા મળશે. બાલાકોટમાં કરેલા હવાઇ હુમલા પર આધારિત આ ફિલ્મમાં વાયુ દળના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાને કરેલા બહાદુરભર્યા કારનામાને દેખાડવામાં આવશે. ફિલ્મમાં અભિનંદનની ભૂમિકા વિવેક ભજવશે. આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ જમ્મુ - કાશ્મીર, દિલ્હી અને આગ્રામાં થશે. શૂટિંગ માટે જરૂરી પરવાનગીઓ મળી ગઇ છે. ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં બનાવવામાં આવશે. વિવેકે ખહ્યું કે, દેશપ્રેમી ભારતીય અને ફિલ્મોદ્યોગ સાથે જોડાયેલો હોવાને કારણે આપણા સશત્ર દળોની શૌર્ય ગાથાઓ લોકો સુધી પહોંચાડવી મારી ફરજ છે. અભિનંદન વર્ધમાને દર્શાવેલી બહાદુરીની પ્રશંસા કરવાનો અને લોકો સુધી તેને પહોંચાડવાનો ઉપાય ફિલ્મ બનાવવાનો છે.

Published on: Sat, 24 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer