વાડાએ ભારતની નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી સસ્પેન્ડ કરી

વાડાએ ભારતની નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી સસ્પેન્ડ કરી
નવી દિલ્હી તા.23: વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (એનડીટીએલ)ની માન્યતા છ મહિના માટે સ્થગિત કરી દીધી છે. ટોકિયો ઓલિમ્પિકના આયોજનને એક વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે. એવામાં વાડાનું આ પગલું દેશમાં ચાલી રહેલ ડોપિંગ વિરૂધ્ધના અભિયાન માટે એક મોટા ફટકા સમાન છે. એવા રિપોર્ટ છે કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) હજુ પણ નમૂને એકત્ર કરી શકે છે, એનડીટીએલમાં આ નમૂનાનું પરીક્ષણ કરાવી શકશે નહીં. આ નમૂના તેમણે દેશની બહાર વાડાની માન્યતા પ્રાપ્ત કોઇ લેબ.માં કરાવવાના રહેશે. વાડાએ તેની વેબસાઇટ પર એવી માહિતી આપી છે કે એનડીટીએ પ્રયોગશાળા આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસારના નિયમોનું પાલન થતું ન હતું. આથી તેને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer