ધોનીનો ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પ પંત સેહવાગ

ધોનીનો ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પ પંત સેહવાગ
નવી દિલ્હી, તા.23: પૂર્વ ભારતીય ઓપનિંગ બેટસમેન વિરેન્દ્ર સેહવાગે કહયું છે કે યુવા વિકેટકીપર-બેટસમેન રીષભ પંત એમએસ ધોનીનો ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેણે ખુદને ટેસ્ટમાં સાબિત કર્યોં છે. તે ટી-20 અને વન ડેમાં પણ પ્રસ્થાપિત થઇ જશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વેસ્ટ ઇન્ડિઝના વર્તમાન પ્રવાસમાં મર્યાદિત ઓવરોની શ્રેણીમાં પંતના ખરાબ બેટિંગની આલોચના થઇ રહી છે. ખાસ કરીને તેના વિકેટ આપતા ફટકા. જેના પર સેહવાગ કહે છે કે પંતે જલ્દીથી શોટ સિલેકશન શિખવું પડશે. તો તે ટીમની લાંબા સમય સુધી સેવા કરી શકશે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer