પેની શૅર્સે 71 ટકા સુધી રિટર્ન આપ્યું

પેની શૅર્સે 71 ટકા સુધી રિટર્ન આપ્યું
મુંબઈ, તા.  23 : શૅરબજાર પર  લાંબા સમયથી મંદીવાળાએ જમાવેલી પકડમાંથી છટકીને પણ પેની સ્ટોકસે જોરદાર વળતર આપ્યું છે. રૂા. 10 કરતાં ઓછી કિંમતમાં મળતા આવા સ્ટોક્સમાં છેલ્લા 18 મહિનામાં 71 ટકા સુધીનું વળતર મળ્યું છે.
દલાલ સ્ટ્રીટમાં રૂા. 10 કરતાં ઓછા ભાવે મળતા હોય તેવા 887 સ્ટોક્સ છે જેની સંખ્યા 1 જાન્યુઆરી, 2018ના 519ની હતી. એટલે કે બીએસઈ પર એક્ટિવ્સ ટ્રેડ થતા 3000 જેટલા શૅરમાંથી એક તૃતીયાંશ જેટલા સ્ટોક્સ આ  કેટેગરીમાં ગયા હતા. 18 મહિના પહેલાં આવા સ્ટોકસનું માર્કેટ-કેપ રૂા. 2.75 લાખ કરોડ હતું જે બે દિવસ પૂર્વે રૂા. 60,500 કરોડ થયું હતું. આમ તેમાં 75 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં આ ક્લબમાં કેટલાક મોટા નામવાળા સ્ટોકસ જોડાયા હતા. જેમાં વોડાફોન આઈડિયા, રિલાયન્સ પાવર, આરકોમ, સુઝલોન એનર્જી, આઈએફસીઆઈ વગેરે રહ્યા છે.
બીએસઈ સ્ટોક રેટ ઈન્ડેક્સ ઈતિહાસમાં ક્યારેક બીએસઈ લાર્જ કેપ ઈન્ડેક્સની તુલનાએ એક વર્ષ કરતાં વધારે સમય સુધી પરફોર્મ રહ્યો નથી. આ વખતે કૅલેન્ડર વર્ષ 2019ના પ્રથમ આઠ માસમાં સ્મોલ કૅપ ઈન્ડેક્સ 15 ટકા ઘટયો છે અને 2018માં તે 23 ટકા ઘટયો હતો. 15 જાન્યુઆરી, 2018ના રોજ આ ઈન્ડેક્સે બનાવેલી 20183ની ઊંચી સપાટીથી તે હવે 37 ટકા નીચે છે. તાજેતરની ટોચથી જો 20 ટકા કે તેના કરતાં વધારે ઘટાડો થયો હોય તેને બોટ માર્કેટ ગણવામાં આવે છે.
તાજેતરના મહિનામાં પેની શૅર્સમાં જોડાયેલા કેટલાક જાણીતા શૅર્સમાં સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ, કોક્સ ઍન્ડ કિંગ્સ, એચસીસીનો સમાવેશ થાય છે. આ શૅરોના મૂલ્યમાં 90 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત યુનાઈટેડ બૅન્ક અૉફ ઈન્ડિયા, શ્રીરામ ઈસીસી, સિટી નેટવર્કસ, હોટેલ લીલા વેન્ચર, પુર્જ લૉઈડ, બૉમ્બે રેયોન ફેશન્સ, ડીબી રિયલ્ટી, આઈએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ, પાર્શ્વનાથ ડેવલપર્સ, નાગાર્જુન ફર્ટિલાઈઝર્સ, રોલ્સ ઈન્ડિયા જેવા સ્ટોકસ પણ પેની ક્લબમાં જોડાયા હતા.
છેલ્લે 18 મહિનામાં બીએસઈ પર લિસ્ટેડ સ્ટોકસમાંથી 97 ટકા સ્ટોક્સમાં રોકાણકારોની સંમતિનું 99 ટકા સુધી ધોવાણ થયું છે. 2018ના પ્રારંભથી બીએસઈમાં સામેલ માત્ર 87 ટકા શૅરોમાં જ પોઝિટિવ રિટર્ન મળ્યું છે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer