બેહરિનમાં વડા પ્રધાન આજે શ્રીનાથજી મંદિરના જીર્ણોદ્ધારનો શુભારંભ કરશે

મુંબઈ, તા. 23 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અખાતના દેશની બે દિવસની મુલાકાત દરમિયાન બેહરિનમાં 42 લાખ ડૉલરના ખર્ચે ભગવાન શ્રીકૃષ્ણનાં 200 વર્ષ જૂના મંદિરના જીર્ણોદ્ધારની યોજનાનો શુભારંભ કરશે. વડા પ્રધાન શનિવારે બેહરિન પહોંચશે અને મનામામાં આવેલા શ્રીનાથજી (ભગવાન શ્રીકૃષ્ણ)ના મંદિરના પુનર્વિકાસનો શુભારંભ કરશે.
બેહરિનમાં ભારતીય સમુદાયના નાગરિકો સાથે મારો વાર્તાલાપ થશે અને ભગવાન શ્રીનાથજી મંદિરના જીર્ણોદ્ધાર માટે આયોજિત વિશેષ સમારંભમાં હાજરી આપવા મળેલા આમંત્રણથી હું સન્માનની લાગણી અનુભવી રહ્યો છું, એમ વડા પ્રધાને ટ્વીટમાં જણાવ્યું હતું. ઠઠ્ઠાઈ હિન્દુ મર્ચંટ સમુદાયના પ્રમુખ બોબ ઠક્કરે મંદિરના જીર્ણોદ્ધાર વિશે જણાવ્યું હતું કે સમગ્ર બાંધકામ 45 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં થશે અને વધુ 80 ટકા ભક્તોનો સમાવેશ કરી શકાશે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer