તિલક અને ભભૂત લગાડી ઘૂસ્યા છ આતંકવાદી તમિલનાડુમાં હાઈ ઍલર્ટ

તિલક અને ભભૂત લગાડી ઘૂસ્યા છ આતંકવાદી તમિલનાડુમાં હાઈ ઍલર્ટ
તૈયબાના આતંકી શ્રીલંકાના રસ્તે કોઈમ્બતુરમાં ઘૂસ્યા હોવાના ઈનપુટ

ચૈન્નઈ, તા. 23 : જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ઘુસણખોરી કરવામાં નાકામ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘુસવાના નવા રસ્તા શોધી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 6 આતંકવાદી 
શ્રીલંકાના રસ્તે તમિલનાડુના કોઈમ્બતુરમાં ઘુસ્યા છે. આતંકી ઘુસણખોરીની સૂચના બાદ તમિલનાડુમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. 
સૂત્રોના કહેવા પ્રમાણે આતંકવાદી શ્રીલંકાના રસ્તે ભારતમાં ઘુસ્યા છે. આ 6 આતંકવાદીમાં એક પાકિસ્તાની અને એક શ્રીલંકાનો તમિલ આતંકવાદી પણ સામેલ છે. તૈયબાના આતંકવાદીઓએ તિલક અને ભભૂત લગાડી હોવાનું પણ સામે આવ્યું છે. એલર્ટને ધ્યાને રાખીને ચૈન્નઈ સહિત પુરા રાજ્યમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચૈન્નઈમાં સુરક્ષા કર્મીઓએ પહેરો વધુ ચાંપતો બનાવ્યો છે તેમજ સંવેદનશીલ જગ્યાઓએ પોલીસ કર્મચારીઓની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે શ્રીલંકાના અમુક લોકોએ તૈયબાના આતંકવાદીઓને ભારતમાં ઘૂસવામાં મદદ કરી છે. 

Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer