સ્વામિનારાયણની SMVS સંસ્થાના સંસ્થાપક પ.પૂ. બાપજી થયા અક્ષરનિવાસી

સ્વામિનારાયણની SMVS સંસ્થાના સંસ્થાપક પ.પૂ. બાપજી થયા અક્ષરનિવાસી
હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી 

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23 : વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સંપ્રદાય સ્વામિનારાયણની (સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાન - જખટજ) સંસ્થાનાં સંસ્થાપક પ.પૂ. બાપજી (પ.પૂ. દેવનંદજીદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્ય દેહનો ત્યાગ કરીને ગુરુવારના રોજ રાતે 10.10 વાગે અક્ષરનિવાસી થયા છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી વાસણા મંદિર મુકામે જ રહેતા અને સર્વે હરિભક્તોને દર્શન આપતા અને સર્વેના મનોરથો પૂર્ણ કરતાં. જોકે, તેમના અક્ષરનિવાસી થયાના સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અહીં નોંધવું ઘટે કે, પ.પૂ. બાપજી બાળપણથી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. 23 વર્ષની યુવાન વયે સંસાર ત્યાગી અનેકને ભગવાનના રંગે રંગવા 3જી અૉગસ્ટ, 1956ના રોજ તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી અને દેવનંદનદાસજી સ્વામી તરીકે તેઓ ઓળખાયા. પ.પૂ. બાપજીએ દેશ-વિદેશમાં સંસ્કૃતિ, ધર્મ, સામાજિક તથા પંચમહાલના આદિવાસી લોકોના ઉત્થાનના કાર્ય માટે અથાંગ વિચરણ કર્યું અને વિદેશમાં પણ ભગવાનના મંદિરોની તેમણે સ્થાપના કરી હતી. 
ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ખાતે આવતીકાલે તા. 24-8-2019ને શનિવારે લગભગ સવારથી જ સૌ હરિભક્તોના વ્હાલા એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કાર વિધિના દર્શન થઈ શકશે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer