કૉચ શાત્રીએ યો યો ટેસ્ટ વધુ કઠિન બનાવ્યો

કૉચ શાત્રીએ યો યો ટેસ્ટ વધુ કઠિન બનાવ્યો
હવે પાસિંગ માર્ક 16.1 નહીં 17
મુંબઈ, તા. 10 : રવિ શાત્રીના કોચના રૂપમાં બીજાં કાર્યકાળ દરમિયાન કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. રીપોર્ટ અનુસાર શાત્રીએ ટીમની ફિટનેસ વધુ સુધારવા પર પહેલું કામ શરૂ કર્યું છે. આ ઉપરાંત તે ટેસ્ટ ફોર્મેટમાં નવી ઓપનિંગ જોડી પણ શોધી રહ્યો હોવાના રીપોર્ટ છે. જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને પૃથ્વી શો જેવાં નામ આગળ ચાલી રહ્યાં છે.
હાલ ભારતીય ક્રિકેટ ટીમમાં યો યો ટેસ્ટમાં 16.1 માર્ક હાંસલ કરવાથી ટીમમાં જગ્યા મેળવવા માટે યોગ્ય બનો છો, હવે આ માર્ક વધારીને 17નો કરવા પર વિચાર થઈ રહ્યો છે. હેડ કોચ શાત્રીએ આ મુદ્દે તમામ પક્ષ સાથે બેઠક કરી છે. આ નવા યો યો ટેસ્ટના માર્કની શરૂઆત દ. આફ્રિકા સામેની ટી-20 શ્રેણીથી શરૂ થશે તેવું પણ જાણવા મળે છે. 
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer