અૉલિમ્પિક ક્વૉલિફાયર ભારતીય પુરુષ ટીમ

અૉલિમ્પિક ક્વૉલિફાયર ભારતીય પુરુષ ટીમ
રશિયા સામે અને મહિલા ટીમ અમેરિકા વિ. ટકરાશે
લુસાને (સ્વિત્ઝરલેન્ડ), તા.10: ભારતીય પુરુષ હોકી ટીમને ટોકિયો ઓલિમ્પિક ક્વોલિફાયરના આખરી રાઉન્ડમાં આસાન ડ્રો મળ્યો છે. ભારતીય ટીમ તેનાથી ઓછા ક્રમાંકવાળી રશિયાની ટીમ સામે ટકરાશે. જ્યારે મહિલા ટીમને અમેરિકા જેવી મજબૂત હરીફની ટક્કર લેવી પડશે. ટોકિયો ઓલિમ્પિકમાં જગ્યા બનાવવા માટે ટીમો વચ્ચે સતત બે મેચ રમાશે.
ભારતીય પુરુષ ટીમ 1 અને 2 નવેમ્બરે રશિયા સામે અને મહિલા ટીમ 2 અને 3 નવેમ્બરે ભુવનેશ્વરમાં અમેરિકા સામે ટકરાશે. આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતની પુરુષ ટીમનો ક્રમાંક પ છે અને રશિયાની ટીમનો 22 છે. આ વર્ષે એફઆઇએચ સિરીઝમાં ભારતે રશિયાને 10-0થી હાર આપી હતી. 
બીજી તરફ અમેરિકાની મહિલા ટીમનો ક્રમાંક 13 અને ભારતની મહિલા ટીમનો ક્રમાંક 9 છે. આમ છતાં રાની રામપાલના સુકાનીપદ હેઠળની ભારતની ટીમનો મુકાબલો આસન નહીં રહે, કારણ કે છેલ્લે બન્ને ટીમ વચ્ચેનો મેચ 1-1 ગોલની બરાબરી પર છુટયો હતો.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer