બોયકોટ અને સ્ટ્રાઉસને સરની ઉપાધિ મળી

બોયકોટ અને સ્ટ્રાઉસને સરની ઉપાધિ મળી
લંડન, તા.10 : ઇંગ્લેન્ડના પૂર્વ જેફ્રી બોયકોટ અને પૂર્વ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રાઉસ નાઇટહુડની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહાન ઓપનિંગ બેટસમેન બન્નેને `સર'ની ઉપાધિ આપવામાં આવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન થેરેસા મેએ રાજીનામુ આપતી વખતે બન્નેને નાઇટહુડથી સન્માનિત કરવાનું એલાન કર્યું હતું. સ્ટ્રાઉસે 2004થી 2012 દરમિયાન 100 ટેસ્ટમાં 7,037 રન કર્યા હતાં. તે 2009 અને 2010-11માં એશિઝ જીતનાર ઇંગ્લિશ ટીમનો કેપ્ટન હતો. સ્ટ્રોસ માઇક ગેટિંગ પછી (1968-87) પછી ઓસ્ટ્રેલિયામાં એશિઝ જીતનાર ઇંગ્લેન્ડનો બીજો કેપ્ટન છે.
સ્ટ્રાઉસ 2015-18 સુધી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ડાયરેકટર હતો. તેણે 2015ના વર્લ્ડ કપ પછી મોર્ગનને કપ્તાન તરીકે જાળવી રાખવામાં આવે તેવો મત રજૂ કર્યો હતો. તે પછી સ્ટ્રોસ અને માર્ગને વર્લ્ડ કપ માટે ટીમ બનાવી હતી અને આ વર્ષે ઇંગ્લેન્ડ પહેલી વાર કપ જીત્યું છે. બોયકોટ ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ ઓપનર્સ પૈકિના એક છે. તેમણે 1964થી 1982 સુધી 47.72ની એવરેજથી 8,114 રન બનાવ્યા છે. 
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer